Gujarat

કેમેક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી, ફાયર લાશ્કરોએ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCની કેમેક્સ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી ઉડ્યા હતા. ત્યારે DPMC સેન્ટરના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

કેમેક્સ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, અને ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડ્યા હતા.

DPMC સેન્ટરના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડ્યા

બનાવ અંગેની જાણ નોટિફાઇડ એરિયા ઓથોરિટીના DPMC સેન્ટરના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર ટેન્ડર સાથે લાશ્કરો દોડી આવ્યા હતા, જ્યાં ફાયર ફાઈટરોએ વિકરાળ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.