Suzlon Energy ને બ્રોકરેજ ટાર્ગેટ પ્રાઇસ તોડ્યા
સુઝલોન એનર્જીનો શેર ૩૦ જુલાઈ, મંગળવારના રોજ સતત સાતમા ટ્રેડિંગ દિવસે વધતો રહ્યો. કંપનીનો શેર ૫ ટકાના ઉછાળા સાથે રૂ. ૬૮.૨૨ની નવી ટોચે પહોંચ્યો હતો. મહત્વનું છે કે શેર તેમની અપર સર્કિટ લિમિટને સ્પર્શી ગયા હતા. જૂન ક્વાર્ટરના પરિણામોની જાહેરાત બાદથી કંપનીના શેરમાં લગભગ ૨૩ ટકાનો વધારો થયો છે. વિન્ડ એનર્જી કંપનીએ જણાવ્યું કે જૂન ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો લગભગ ૨૦૦ ટકા વધીને રૂ. ૧,૩૪૮ કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. ૩૦૨ કરોડ હતો.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની આવક પણ ૫૦ ટકા વધીને રૂ. ૨,૦૧૬ કરોડ થઈ છે. આ સાથે, કંપનીએ પ્રથમ ક્વાર્ટરમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી ૩.૮ ય્ઉની ઓર્ડર બુક પણ નોંધી છે. કંપનીના મેનેજમેન્ટે કહ્યું કે તે ભવિષ્ય માટે ઘણી સારી સંભાવનાઓ આપે છે. સુઝલોન ગ્રૂપના વાઈસ-ચેરમેન ગિરીશ તંતીએ જણાવ્યું હતું કે, “આ બતાવે છે કે અમે નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઉદ્યોગની માંગને પહોંચી વળવા અને અનુકૂળ પરિસ્થિતિઓનો લાભ લેવા માટે તૈયાર છીએ ૩.ટ સ્ઉ જી૧૪૪ ની ડિલિવરી, અમે અમારી હાલની ઓર્ડર બુક પૂરી કરવા માટે મજબૂત સ્થિતિમાં છીએ.
જૂન ક્વાર્ટરના પરિણામો પછી બ્રોકરેજ પણ સુઝલોનના શેરમાં તેજી ધરાવે છે. બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લીએ સુઝલોનના શેર પર તેનું ‘ઓવરવેઇટ’ રેટિંગ જાળવી રાખ્યું છે અને શેર દીઠ રૂ. ૫૮.૫ના લક્ષ્યાંક સાથે. જાેકે, છેલ્લા ૭ દિવસમાં ઉછાળા સાથે સુઝલોનના શેરે આ લક્ષ્યાંક પાર કરી લીધો છે.
બ્રોકરેજે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં કંપનીની કમાણી મજબૂત હતી. કુલ ડિલિવરી ૨૭૪ મેગાવોટ રહી, જે તેના ૨૫૦ મેગાવોટના અંદાજ કરતાં વધુ સારી હતી. સુઝલોન એનર્જી મલ્ટિબેગર સ્ટોક છે, જેણે છેલ્લા એક વર્ષમાં ૨૭૭ ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, છેલ્લા ૫ વર્ષમાં, તેના શેરમાં બમ્પર ૧,૬૫૦ ટકાનો વધારો થયો છે.