છોટાઉદેપુર જિલ્લાના કવાટ નસવાડી રોડ ઉપર જીઇબીની સામે ગીરીધર પ્રોવિઝન સ્ટોર સામે આવેલ ગોડાઉન તેમજ દુકાનની અંદર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગની ટીમને જાણ થતા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા સતત ચાર કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાની ઘટનામાં અંદાજિત ત્રણ લાખ રૂપિયા રોકડા અને 18 લાખથી વધુનું સામાન બળીને ખાખ થઈ ગયું હતું. તેમજ ગોડાઉનના પાછળના ભાગે તિજોરીમાં રાખેલ ચાર કિલો જેવી ચાંદી જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ જેટલી થાય છે. તેઓની તિજોરીમાંથી કાઢીને મકાન માલિકને ફાયર વિભાગની ટીમ દ્વારા પરત કરેલ છે.

