Gujarat

જુનાડીસા પ્રા.આરોગ્ય કેન્દ્રના બંધ કવાટર્સમાં આગ લાગી

જુનાડીસા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બંધ કવાટર્સમાં મંગળવારે આગ લાગી હતી. ડીસા પાલિકાના ફાયર ફાઈટરે આવી આગ બુઝાવી હતી.જુનાડીસા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ક્વાર્ટર્સ બંધ હાલતમાં પડ્યા છે.

જેમાં મંગળવારે આગ લાગી હતી. આરોગ્ય કેન્દ્રની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો છે.આગ લાગતા જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમે દોડી આવી હતી.આગ બુજાવી હતી.

જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જેથી મોટી દુર્ઘટના ટળી હતી.આરોગ્ય વિભાગ ઝડપથી આ બંધ કવાટર્સનો નિકાલ લાવે અથવા ગ્રામ પંચાયતને પરત સોંપે તેવી ગ્રામલોકો માંગ કરી રહ્યા છે.