Entertainment

અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની શરૂ, મહેમાનો પાલેર્મોમાં વેલકમ લંચ લેશે, રાત્રે ક્રુઝ પર સ્ટેરી નાઇટ ઇવેન્ટ યોજાશે

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની આજથી શરૂ થશે. ચાર દિવસીય આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત લંચ સાથે થશે. આ લંચ ઇટાલીના શહેર પાર્લેમોમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી (ભારતીય સમય મુજબ 3:30 થી 7:30 વાગ્યા સુધી) ચાલશે.

બપોરના ભોજન પછી, બધા મહેમાનો ક્રૂઝમાં સવાર થશે અને સ્ટેરી નાઈટ 6:30 વાગ્યાથી (IST રાત્રે 10 વાગ્યે) ક્રૂઝ પર ઉજવવામાં આવશે.

સેલિબ્રિટી એસેન્ટની કોસ્મોપોલિટન રેસ્ટોરન્ટની એક ઝલક.

‘સેલિબ્રિટી એસેન્ટ’ પાલેર્મો પોર્ટ પહોંચી

આ બીજી પ્રી-વેડિંગ સેરેમની જે ક્રૂઝ પર થશે તેનું નામ ‘સેલિબ્રિટી એસેન્ટ’ છે. આ જહાજ ફ્રાન્સમાં બનાવવામાં આવ્યું હતું અને માલ્ટામાં નોંધાયેલું હતું. જહાજ પર માલ્ટાનો ધ્વજ લહેરાયો છે.

ક્રુઝ પર પ્રવાસનો આનંદ માણવા અને નજારો મેળવવા માટે રેસ્ટ કોર્નર પણ બનાવવામાં આવ્યા છે.

મહેમાનોએ કેટલાક ફોટા શેર કર્યા

આ બીજીવાર, પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા આવેલા કેટલાક સેલેબ્સે ઈટાલીથી તસવીરો શેર કરી છે. અંબાણી પરિવારની ફેમિલી ફ્રેન્ડ અહિલ્યા મહેતાએ ઈટાલીની કેટલીક તસવીરો શેર કરી છે. સોશિયલ મીડિયા સેન્સેશન ઓરીએ ક્રૂઝ અને બીચ પરથી કેટલાક ફોટો શેર કર્યા છે. આ સિવાય એક્ટર-કોમેડિયન જાવેદ જાફરીની દીકરી અલવીરા જાફરીએ પણ ક્રૂઝનો ફોટો શેર કર્યો છે. તે ક્રૂઝ પર મિત્રો સાથે પૂલ પાર્ટી કરતી જોવા મળે છે.

મિત્રો સાથે પૂલ પાર્ટી માણતી અલવીરા જાફરી