પાટણના ચાણસ્મા ખાતે શેષ નારાયણ ગોગા મહારાજના સાનિધ્યમાં લોક મેળો ભરાયો…
ચાણસ્મા ખાતે નાગપંચમી દિવસની ભવ્ય ઉજવણી,વહેલી સવારથી જ ભકતજનો નું ઘોડાપૂર ..
સમગ્ર ગુજરાત રાજ્યમાં નાગપંચમી ના દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરની અંદર આવેલ ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે વહેલી સવારથી જ ભકતજનો નું ઘોડાપૂર જોવા મળ્યું હતું. અને લોક મેળો ભરાયો હતો. જેમાં તમામ સમાજના લોકો દાદાને શ્રીફળ પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવી હતી.
ચાણસ્મા ખાતે આવેલ ભાનાણી સમાજ ની વાડીની બાજુમાં આવેલ શેષનાગ ગોગા મહારાજના સાનિધ્યમાં વહેલી સવારથી જ ગામની અંદર રહેતા અને બહાર રહેતા લોકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. તેમજ દાદાને ચાંદીનાં વરખ તથા ફુલહાર થી શણગારવામાં આવ્યા હતા જે શોભાનું કેન્દ્ર બન્યું હતું.
ગોગા મહારાજ ના સાનિધ્યમાં યોજાયેલ મેળા દરમિયાન બાળકો ને રમત ગમત માટે ચકડોળ ખાણીપીણીની લારીઓ તથા રમકડાં ના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા બાળકોએ ઉત્સાહ પૂર્વક ઉજવણીમાં લાભ લીધો હતો.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ



