Gujarat

ગળતેશ્વરના માલવણ ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા અંધજન મંડળ દ્વારા સંચાલિત પોરેચા આંખની હૉસ્પિટલ બારેજાના સંયુકત ઉપક્રમે તા. 15 ફેબ્રુઆરીના રોજ ગળતેશ્વર તાલુકાના માલવણ ગ્રામ પંચાયત ભવન ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં 56 બહેનો અને 30 ભાઈઓ એમ મળીને કુલ 86 લોકોએ લાભ લીધો હતો. પ્રસ્તુત કેમ્પમાં ઠાસરા વિઝન સેન્ટરના ડૉ. ફોરમ પટેલ દ્વારા મોતિયો, નાસુર, વેલ, ઝામર, છારી, ફુલા જેવા આંખોના રોગોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 18 જેટલા દર્દીઓને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન અર્થે પોરેચા હૉસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તદ્ઉપરાંત જે દર્દીઓને ચશ્માની જરૂરિયાત હતી તેમને મામુલી રકમે ચશ્મા ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યા હતા. પ્રસ્તુત કેમ્પને સફળ બનાવવામાં સરપંચ, તલાટી, સ્થાનિક આગેવાનો તથા આશાદીપના સ્ટાફને સરાહનીય પ્રયાસો કર્યા હતા.

IMG-20240216-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *