Gujarat

ગોલાણા ખાતે નિઃશુલ્ક નેત્રનિદાન  શિબિર યોજાયો 

 ખંભાત તાલુકાના ગોલાણા ગામના હેલ્થ સેન્ટર ખાતે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર, પુજય રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ ચિખોદરા તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગોલાણાના સંયુકત ઉપક્રમે નેત્ર નિદાન અને આયુષ્માન કાર્ડ કાઢી આપવાના નિઃશુલ્ક કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું જેમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના CHO ગીતાબેન અને મલ્ટીપર્પજ હેલ્થ વર્કર દિનેશભાઈ તથા તેમની ટીમ દ્વારા આરોગ્યની તપાસ કરી બિમારીઓનુ નિદાન કરી દવા ગોળી આપવામાં આવી. તથા બીપી, ડાયાબિટીસ ચેક અપ કરવામાં આવ્યુ ઉપરાંત 14 જેટલા લોકોને આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ કાઢી આપવામાં આવ્યા.
   પૂ. રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ ચિખોદરાના ડો. અલ્પેશભાઈ મેકવાન ધ્વારા મોતિયો, વેલ, નાસુર, ફુલા, છારી જેવી બીમારીઓની તપાસ કરવામાં આવી અને આંખોના નંબરની પણ ચકાસવામાં આવ્યા. 50જેટલા લોકોને 50રૂપિયાના નજીવા દરે ચશ્મા આપવામાં આવ્યા. 14જેટલા દૅદીઓને મોતિયો જણાતા તેઓને ઓપરેશન માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા. જયાં તેઓને રેહવા જમવાની અને ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપી પાછા મુકી જવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ ધ્વારા કરવામાં આવેલ છે.પ્રસ્તુત કેમ્પમાં  83બહેનો અને 80ભાઈઓ સહભાગી બન્યા હતા.. કેમ્પને સફળ બનાવવામાં આશાદીપના સ્ટાફ અને એમ એસ ડબલ્યુની વિદ્યાર્થીનીઓએ સરાહનીય પ્રયાસો કર્યા હતા.

IMG-20240111-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *