Gujarat

અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

જીસીએસ હોસ્પિટલ અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા આયોજન કરાયું
આધ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી જે આજુબાજુ ની આશરે સાડા ત્રણ લાખ (૩.૫) ની વસ્તી માટે આશીર્વાદ રૂપ સમાન છે આ હોસ્પિટલમાં નિશુલ્ક તેમજ આયુષ્માન કાર્ડ હેઠળ હાડકાના ઓપરેશન, ગાયનેક ઓપરેશન,તેમજ સર્જરી અને આંખના ઓપરેશન કરવામાં આવે છે આજ રોજ ૩ દર્દીઓને હાડકાના ઓપરેશન ડોક્ટર નેહાલ બારોટ અને અધિક્ષક ડોક્ટર યજુવેન્દ્ર મકવાણા દ્વારા કરવામાં આવ્યા હતા
 ગુજરાત સરકારની આરોગ્ય લક્ષી સેવાઓ છેવાડા ની માંડવી સુધી પહોંચે તે માટે આરોગ્ય લક્ષી કેમ્પ કરવામાં આવે છે આજ રોજ તારીખ.09/07/24 ના રોજ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને જીસીએસ હોસ્પિટલ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યો હતો આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતવાળા તેમજ ટ્રાઈબલ વિસ્તાર ના દર્દીઓ ને ઘર આંગણે જ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ની સેવા નિશુલ્ક મળી રહે આ કેમ્પમાં હૃદયના રોગ, હાડકાના રોગ, કિડનીના રોગ, નાક કાન ગળાના રોગ, ચામડીના નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમજ જરૂરી સારવાર આપવામાં આવી. આ કેમ્પમાં 100 થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને હોસ્પિટલના સ્ટાફનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો
  આ કેમ્પ ને સફળ બનાવવામાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ના અધિક્ષક ડોક્ટર યજુવેન્દ્ર મકવાણા અને ડૉ પિયુષ મોદી અને અન્ય ડોક્ટરો તેમજ નર્સિંગ ફાર્માસિસ્ટ તેમજ લેબોરેટરી અને એકસ-રે અને વહીવટી સ્ટાફ અને અન્ય વર્ગ ત્રણ અને વર્ગ ૪ ના કર્મચારીઓએ આ કેમ્પને સફળ બનાવવામાં પોતાનો યોગદાન આપેલ હતો દર્દીઓએ હોસ્પિટલના સમગ્ર સ્ટાફનું હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી