Gujarat

માંગરોળ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે  ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આંખોની તપાસ સાથે ફ્રી ચશ્માં વિતરણ કેમ્પ યોજાયો

માંગરોળ શહેરની ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે પ્રથમવાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જુનાગઢ જિલ્લા શાખા દ્વારા આંખોની તપાસ સાથે નિશુલ્ક ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરાતા મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકાના લોકોએ લાભ લીધો હતો.
માંગરોળના લોકોને આંખોની તકલીફથી રાહત તથા મફત ચશ્માની સગવડ મળી રહે તે હેતુથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આ કેમ્પમાં નેત્ર નિદાન સાથે ફ્રી ચશ્માં નું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ જે કેમ્પનુ ઉદ્ધાટન માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા કરવામા આવેલ હતુ આ કેમ્પને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિત તેમના મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી આ કેમ્પની વિશ્વ હિન્દુપરિષદ ના વિનુભાઇ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, જાયન્ટસ ગ્રુપના યુડી ગુણવંત સુખાનંદી, પંકજભાઇ રાજપરા સહિત અન્ય અગ્રણીઓએ મુલાકાત લીધી હતી..
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ