Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ મહિલા અધ્યાપન મંદિરમાં ગણપતિ  વિસર્જન કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા શહેરમાં આવેલ ગણપતિ વિસર્જનના પ્રસંગે અધ્યાપન મંદિરની વિધાર્થીની બહેનોએ મરાઠી સાડી પહેરી અને ગણપતિ બાપાની પૂજા કરી હતી અને આ દિવસે બાપાને છપ્પનભોગ પણ અર્પણ કરવામાં  આવ્યા હતા. અધ્યાપન મંદિરમાં ૧૦ દિવસ ગણપતિ બાપાને લાવ્યા એ દરમિયાન દરરોજ પૂજા આરતી વિધાર્થીની બહેનો દ્વારા જ કરવામાં આવતી હતી. જેવી  રીતે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાના આગમનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તેવી જ રીતે ગણેશ વિસર્જન પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો.
અને ગણપતિ બાપા આવતા વર્ષે ફરી વાર આવે તેવી વિધાર્થીની બહેનોએ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે અધ્યાપન મંદિરના આચાર્ય બાબુભાઈ ચાવડા, અધ્યાપક રવિભાઈ મહેતા, ભાવેશભાઈ કાકલોતર અને સ્ટાફગણના બહેન રેણુકા અરુણબેન ગણપતિ વિસર્જનમાં જોડાયા હતાં.એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી