Gujarat

સાવરકુંડલામાં જય ખોડિયાર બાળ મંડળના  ૭૭ મા નવરાત્રિ મહોત્સવની એક આછેરી ઝલક 

સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઈટ સર્વોદયનગર ખાતે આવેલું જય ખોડિયાર બાળ મંડળ દ્વારા નવરાત્રિ દરમિયાન પોતાનો ૭૭ મો નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. છેલ્લા ૭૭ વર્ષથી અખંડ રીતે ચાલી આવતી આ પરંપરામાં આ વર્ષે પણ હજારો ભક્તો જોડાયા રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મંડળે પ્રાચીન રાસ ગરબાનું આયોજન ચાલુ છે જેમાં ખેલૈયાઓએ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ થઈને મન મૂકીને ગરબે રમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે. સાથે સાથે સાડા નવ ફૂટની મહાકાળી માતાજીની અદભુત મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, જેના ધર્મપ્રેમીઓ દર્શન કરી અભિભૂત થતા જોવા મળે છે.. આમ જોઈએ તો
જય ખોડિયાર બાળ મંડળ છેલ્લા ૭૭ વર્ષથી સતત ભારતીય સંસ્કૃતિની કાઠિયાવાડી પરંપરાને જીવંત રાખવાનું કામ કરી રહ્યું છે.
આ મહોત્સવ દ્વારા મંડળ નવી પેઢીને આપણી સંસ્કૃતિથી જોડવાનો પ્રયાસ કરે છે. આ વર્ષના નવરાત્રિ મહોત્સવમાં ૫.પૂ. ઉષામૈયા (શિવદરબાર આશ્રમ, કાનાતળાવ) અને મહામંડલેશ્વર ૧૦૦૮ પરમ પૂજ્ય જયઅંબાનંદગીરી મા (રાજસ્થળી) સહિત અન્ય સંતો મહંતો પધાર્યા હતા અને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. વળી આ રૂડા પ્રસંગે સાવરકુંડલા તાલુકાની દરેક ધર્મપ્રેમી ભક્તોને આ મહોત્સવમાં જોડાવા માટે નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું.
  
હજારોની સંખ્યામાં ભાવિકોની મહોત્સવમાં ઉપસ્થિતિ એ જ જય ખોડિયાર બાળ મંડળ સાવરકુંડલા માટે ગૌરવની વાત ગણાય . આ મંડળ આપણી વિલુપ્ત થઈ રહેલી પરંપરાઓ અને સંસ્કૃતિ  જીવંત રાખવાનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. નવલાં નવરાત્રિના આ રૂડા અવસરે આ ગરબી મંડળના દર્શનનો લ્હાવો લેવો એ પણ જીવનનો અણમોલ લ્હાવો જ ગણાય.
બિપીન પાંધી