Gujarat

સાવરકુંડલા ખાતે શ્રી કે.કે હાઇસ્કૂલમાં કરવામાં આવી બંધારણ દિનની ભવ્ય ઉજવણી

શ્રી કે.કે હાઈસ્કૂલ અને કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ, સાવરકુંડલામાં એન.એસ.એસ યુનિટ નિયમિત પ્રવૃત્તિ અંતર્ગત ૨૬ મી નવેમ્બરના રોજ “ભારતીય બંધારણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી .આ ઉજવણી અંતર્ગત પ્રાર્થના સભામાં ભારતીય બંધારણ વિશે વિદ્યાર્થીઓને પરિચય આપવામાં આવ્યો હતો. બંધારણનું મહત્વ, બંધારણની ઉપયોગીતા, બંધારણ બનાવવામાં લાગેલો સમય વગેરે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર,ડો.રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી ,પંડિત વિદ્યાલક્ષ્મી સરોજીની નાયડુ ,પંડિત જવાલાલ નેહરૂ જેવા મહાનુભવો જેમણે બંધારણ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો એમના વિશે વિદ્યાર્થીને પરિચય આપવામાં આવ્યો હતો. બંધારણ અને સંસ્કૃતિ જીવનના અભિન્ન અંગો છે.બંધારણને કારણે દેશ વ્યવસ્થિત ચાલે છે.
આ દિવસની ઉજવણી અંતર્ગત શાળાના સિનિયર શિક્ષક જયંતીભાઈ ખડદિયાએ બંધારણની પ્રાસ્તવિક્તા બાંધી હતી.કેટલાક વિદ્યાર્થી ભાઈઓ- બહેનોએ જેમાં જાખરા સાફીન ,જાદવ રાજવી, ભટ્ટી ભાર્ગવ વગેરે વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
ભારતનું બંધારણ એ ભારત દેશનું હાર્દ છે એ વિશે પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાએ વિસ્તૃત-વિગતે ચર્ચા  કરી આમુખનું વાંચન કર્યું હતું. બંધારણ દિવસની ઉજવણીમાં શાળાના તમામ શિક્ષક ભાઈઓ- બહેનોએ અને વિદ્યાર્થી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા