પાટણ..
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર
હારીજ ચિંતામણી ગણપતિ મંદિરથી ગજાનંદ ગણપતિની ભવ્ય શોભાયાત્રા નીકળી
પાટણ જિલ્લાના હારીજ ખાતે આવેલ ચિંતામણી ગણપતિ મંદિરથી ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા દરમિયાન ભૂદેવો દ્વારા પીતાંબર ધારણ કરી ગજાનંદ ગણપતિની પાલખી હારીજ ગણપતિ મંદિર થી હારીજ ગામ દરવાજા મુખ્ય બજાર સ્ટેશન રોડ થઈ ફરી ગણપતિ મંદિરે આવી પહોંચી હતી.પાલખી આવી પહોંચ્યા બાદ ગણપતિ બાપ્પા નાં ભક્તો દ્વારા આરતી,સ્તુતિ કરવામાં આવી હતી. અને ત્યારબાદ હારીજ તાલુકાનું ઐતિહાસિક અને પૌરાણિક વાઘેલ તળાવમાં ગજાનંદ ગણપતિ બાપ્પા નું ધામધૂમ પૂર્વક વિસર્જન કરવામા આવ્યું હતું.
ગણપતિ વિસર્જન સમય વાઘેલ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા ને ગુલાલ સાથે ફટાકડાની આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.મહત્વનું છે કે સરકારશ્રી દ્વારા આજે સાંજના પાંચ વાગ્યા સુધીમાં ગણેશ વિસર્જનનો સમય આપવામાં આવ્યો હોવાના કારણે વાઘેલ અઘટિત ઘટના કે કોઈ બનાવ ન બને તેનાં અનુસંધાને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.