અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે.ત્યારે સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અયોધ્યા રામ મંદિર ખાતે જે નગારું મૂકવાનું છે તેનું વજન 450 કિલો છે અને પહોળાઈ 56 ઇંચ છે તથા ઊંચાઈ 4.5 ફૂટ ની છે. તેમજ 1000 વર્ષ સુધી નગારા ને કાંઈ પણ ના થાય તેવું આ નગારું 25 કારીગરોની મદદથી ત્રણ મહિનામાં બનાવવામાં આવેલ છે. આ નગારુ અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા બનાવવામાં આવેલ છે જેમાં કઠલાલ ડબગર સમાજનું પણ યોગદાન છે.આ નગારુ અયોધ્યા પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે કઠલાલ ચાર રસ્તા ખાતે નગારુ પહોંચતા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં નગારુ કઠલાલ ખાતે પહોંચતા કઠલાલ ડબગર સમાજના પ્રમુખ વિપુલભાઈ ડબગર તથા રમેશભાઈ સહિત કઠલાલ અને મહુધા ડબગર સમાજ તેમજ તમામ સમાજના ભાઈઓ,બહેનો અને રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રીરામની તેમજ નગારાની પૂજા અર્ચના અને આરતી કરી હતી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં નામ રામભક્તો ઉપસ્થિત થયા હતા. આ પ્રસંગે કઠલાલ નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ, પ્રકાશ પટેલ, મીતેશભાઈ શાહ, શીતલબેન ભટ્ટ,મનોજભાઈ ઠક્કર સહિત સમગ્ર કઠલાલ અગ્રણીઓ,નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

