Gujarat

મોટી કુકાવાવ મુકામે સ્વાતંત્ર્યતા પર્વ ના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ…

મોટી કુકાવાવ મુકામે સ્વાતંત્ર્યતા પર્વ ના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ…
મોટી કુકાવાવ મુકામે આજરોજ સાંજના પાંચ કલાકે ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું આ તિરંગા યાત્રામાં કુંકાવાવ વડીયા તાલુકા ના ગામો ના સરપંચો સાથે સરકારી વિવિધ ડિપાર્ટમેન્ટ ના કર્મચારીઓ અધિકારીઓ ની હાજરી રહેલ ત્યારે કુંકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા તેમજ વિવિધ હોદ્દેદારો સાથે ગ્રામજનોએ પણ ઉત્સાહભેર આ યાત્રામાં ભાગ લીધેલ હતો.
આજના આ પ્રસંગે વિશેષ અતિથી તરીકે નાયબ મુખ્ય દંડક તેમજ કુકાવાવ વડીયા ના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા ની ઉપસ્થિતિ રહેલ હતી.
સૌપ્રથમ આવેલા મહેમાનોનું નાની દિકરીઓ દ્વારા કુમકુમ થી તિલક કરી અને વિધિવત સામૈયું કરવામાં આવેલ હતું ત્યારબાદ તિરંગા યાત્રા ગ્રામ પંચાયત કચેરીથી પ્રારંભ થઇ બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ તાલુકા પંચાયત પાસેથી નીકળી અને ઘનશ્યામ નગર સુધી યોજવામાં આવેલ હતી. ભારત માતાકી જય ના સુંદર નારા પણ લગાડવામાં આવેલા હતા.તો નાના બાળકોએ પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ગાલ પર તિરંગા ના સુંદર ટેટુ પણ છપાવ્યા હતા.
આ યાત્રા માં વ્યવસ્થાના ભાગરૂપે પી,એસ, આઇ. ગળચર સાહેબ તેમજ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ના એ,એસ,આઇ, પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો પણ જોડાયેલ હતા.
રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ

IMG-20240813-WA0055-3.jpg IMG-20240813-WA0053-4.jpg IMG-20240813-WA0056-2.jpg IMG-20240813-WA0052-0.jpg IMG-20240813-WA0057-1.jpg