Gujarat

શ્રી વી.ડી.કાણકિયા  કોલેજ ખાતે ‘ સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સમૂહ સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટ્સ એન્ડ એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ. વિભાગ દ્વારા મહાત્મા ગાંધી જયંતીના પૂર્વ દિવસે ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘માય ભારત પોર્ટલ’ અંતર્ગત તા.૧-૧૦-૨૪ ના રોજ કોલેજ કેમ્પસ સમૂહ સફાઈ  કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.  સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગ સ્વરૂપે એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસ,બાગ-બગીચા,વર્ગખંડો, લાયબ્રેરી,કોલેજ કાર્યાલય તથા કોલેજ કમ્પાઉન્ડની આસપાસના ભાગે સફાઈ હાથ ધરવામાં આવી.
કોલેજના પ્રિન્સિપાલ ડો.એસ.સી.રવિયા સાહેબ તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.આશિષભાઈ ચૌહાણના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું.કોલેજનો સમગ્ર સ્ટાફ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયો હતો.
બિપીન પાંધી.