Gujarat

પાટણના શાકભાજી બજારમાં રાંધણછઠ્ઠ નિમિત્તે શાકભાજીની ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ જામી…

પાટણના શાકભાજી બજારમાં રાંધણછઠ્ઠ નિમિત્તે શાકભાજીની ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ જામી…

પાટણ નગરનું ભાતીગળ જીવન નિરાળુ છે જયાં લોકમેળા, લોક ઉત્સવ અને ધાર્મિક તહેવારોનું એક આગવુ મહત્વ રહેલુ છે. પવિત્ર શ્રાવણ માસનની શરુઆત થતા જ અનેક ધાર્મિક તહેવારોની શરુઆત પાટણમાં થઇ જાય છે. ખાસ કરીને શ્રાવણના કૃષ્ણ પક્ષમાં નાગપાંચમથી પાંચ સંપુટનાં પર્વો રચાય છે ત્યારે ઉત્સવપ્રિય પાટણ નગરીમાં શિતળા સાતમના ના દિવસે વર્ષોની પરંપરા મુજબ દરેક પરિવાર ઠંડુ ભોજન આરોગવાની પ્રથા આજે પણ અકબંધ રાખી છે.

શનિવારના રોજ રાંધણ છઠ્ઠના તહેવારને લઇ શહેરની બજારોમાં શાકભાજીની ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. ચાલુ સાલે શાકભાજીના ભાવમાં વધારો હોવાનુ શાકબજારમાં જોવા મળ્યુ હતુ સામાન્ય દિવસોમાં જે શાકભાજી રૂા. 60 થી 70ના કિલોના ભાવે મળતી હતી તજે આજે વધીને 80 રુપિયાને આંબી ગઇ છે. જેમાં ખાસ કરીને અરવીના પાન 100 રૂપિયે કિલો, મેથી 100 રૂપિયે કિલો, કોથમીર 100 રૂપિયે કિલો, મરચા 70 રુપિયે કિલો, કંકોડા 100 રુપિયે કિલોના ભાવ જોવા મળ્યો હતો. રાંધણછઠ્ઠના તહેવારને લઇ શહેરના શાકબજારમાં ખરીદીનો ધમધમાટ જોવા મળતા શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

IMG-20240824-WA0048.jpg