Gujarat

ઉના ભાવનગર હાઈવે પર આવેલ રામેશ્વર ગામના પાટીયા નજીક વાડીમાં રહેલું જેસીબી મશીનમાં અચાનક આગ લાગતા બળીને ખાક

કોઇ જાનહાની નહીં…નગર પાલિકા ફાયબ્રિગેડથી આગ બુજાવતા રાહતનો શ્વાસ લીધો.

ઉના ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રામેશ્વર ગામના પાટિયા નજીક હાઈવેની સાઈડમાં ખેડૂતની વાડીના સેઢે વાળનું કામ જેસીબી દ્વારા કરવામાં આવતું હતું. ત્યારે આ જેસીબીનો ડ્રાઈવર જમવા માટે ગયેલ એ દરમિયાન અચાનકજ શોર્ટ સર્કિટથી  જેસીબીમાં આગ ભભુકી ઉઠી હતી. આગની ઘટના બનતા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોની નજર પડતા લોકો એકત્ર થઈ ગયા હતા.
 થોડીક ક્ષણોમાં ભારે પવનના કારણે વધું આગ વિકરાળ બનતા જેસીબી આગમાં લપેટાય જતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાય ગયા હતા. જે.સી.બી મશીનમાં આગળની ઘટના બનતા તાત્કાલિક ઉના નગર પાલિકા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને જેસીબીમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચાલવી આગને બુઝાવી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે જેસીબી વાહન બળીને ખાક થઈ ગયું હતું. જેથી જેસીબી મશીનમાં ભારે નુક્સાન થયું હતું.
આ જેસીબી માલીક ઉના વાવરડા ગામના મયુરભાઈ વીરાભાઇ ગોહિલ હોય આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન હોય પરંતુ આગનું સાચી કારણ જાણવા મળેલ નથી. અને આગ કાબૂમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.