રાજકોટમાં ટીઆરપી ગ્રેમ ઝોન માં બનેલ દુર્ઘટનાને લઈને છોટાઉદેપુર ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ કેસર હોસ્પિટલ, માતૃત્વ હોસ્પિટલ, અને છોટાઉદેપુર નગરની સરકારી હોસ્પિટલ તેમજ સિલ્વર રેસીડેન્સીયલ, સિલ્વર પ્લાઝા, છોટાઉદેપુર નગરમાં આવેલ જી માર્ટ મોલને ફાયર સેફ્ટીના અભાવે છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. રાજકોટમાં બનેલ દુર્ઘટનાને લઈને આ નોટિસ આપવામાં આવી છે.
