ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ કાર્યકર્તાઓ અને લોકો ઉપર પુષ્પવર્ષા કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.
ભારતીય જનતા પાર્ટીનો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીના કલારાણી ખાતે જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારનો નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.
દિવાળી પૂર્ણ થયા બાદ દરેક પાર્ટી દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ તો રાખતા જ હોય છે. પરંતુ દિવાળીમાં કદાચ કોઈ કાર્યકર્તાઓને મળવાનું રહી ગયું હોય જેણે લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૩૮ જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારનો સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ કલારાણી ખાતે યોજાવામાં આવ્યો હતો.

જેમાં લોક ગાયિકા ઉર્વી રાઠવા અને આદિવાસી ટીમલી નૃત્ય આકર્ષણ જમાવ્યું હતું. ભાજપના જેતપર પાવી વિધાનસભાના ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહીત જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતનાં સદસ્યો સરપંચો સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં રમત ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ, ઝડકેલા રમતવીરો નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને પુષ્પવર્ષા કરી અભિવાદન કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર