Gujarat

છોટાઉદેપુર ખાતે ઈદે મિલાદુન્નબીની ઉજવણીના ભવ્ય જુલુસમાં શિસ્તબદ્ધ રીતે મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા

ઈદે મિલાદ એટલે નબીના જન્મની ખુશી ઇદનો મતલબ ખુશી અને મિલાદુન નબીનો મતલબ નબીના જન્મની ખુશી એટલે તેમના જન્મદિનને  મિલાદુન્નનબી તરીકે ઓળખવામાં આવે છે. ઇસ્લામ ધર્મના છેલ્લા પયગંબર હજરત મોહમ્મદ સાહેબ નો જન્મ હિજરી સન 570 ના ત્રીજા માસ એટલે રબી ઉલ અવ્વલની12 મી તારીખે અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો.
ત્યારથી દુનિયા ભરના મુસ્લિમ બિરાદરો દ્વારા તેમના જન્મદિવસની  ખૂબ જ આદર સાથે ઉજવણી કરે છે. તેમના જન્મદિન નિમિત્તે દુનિયા ભરમાં મુસ્લિમ બિરાદરો ભવ્ય જુલુંસોનું આયોજન કરે છે. જે અંતર્ગત છોટાઉદેપુર નગરમાં હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે છોટાઉદેપુર ખાતે સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા પ્રતિ વર્ષે ભવ્ય જુલુસ નું આયોજન કરવામાં આવે છે. જે જુલુસ નું આયોજન આ વર્ષે પણ સુન્ની મુસ્લિમ કમિટીના પ્રમુખ સૈયદ હાસમી સમી બાવા સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.
જે કસ્બા જામા મસ્જિદથી નીકળી નજરબાગ, સિંધી ટાઉન ,કસ્બા કવાંટ રોડ, જેલ રોડ, જેલ ગલી, પાંજરાપોળ, નૂરાની કબ્રસ્તાન, કાદરીયા ચોક, નિઝામી મોહલ્લા, પેલેસ રોડ, મકરાણી મોહલ્લા, કસ્બા પીકઅપ સ્ટેન્ડ, કસ્બા ચાર રસ્તા થઈ પરત જુમ્મા મસ્જિદ ખાતે પરત ફર્યું અને દેશમાં અમનો શાંતિ બની રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે કારી સૈયદ ગુલામ રસુલ પીરઝાદા બાબા સાહેબે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી.
આ જુલુસમાં રિફાઈ સિલસિલા ના ગાદીના અનુયાયો અલમ મુબારક સાથે મદ્રેસાએ ઇસ્લામિયા અરેબીયા, મદ્રસાએ ગુલશન અજમેર, મદ્રસાએ નિજામિયા ,મકરાણી મોહલ્લા મદ્રેસા ના બાળકો જામા મસ્જિદ, ચીસ્તીયા મસ્જિદ ,નુરે મોહમ્મદી મસ્જિદ ,સઈદ નગર મસ્જિદ ઈમામો તેમજ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં પોતાના કોમી લીબાસમાં સજ્જ થઈ  જુલુસ માં જોડાયા હતા. અને એકબીજાને ઈદે મિલાદની શુભેચ્છાઓ પાઠવી હતી. આ જુલુસમાં નગરના સુમધુર અવાજના નાંતખાઓ એ પોતાની સુરેલી અવાજમાં નાત શરીફ રજુ કરી જુલુસને ચાર ચાંદ લગાવ્યા હતા આજનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઈદે મિલાદ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે છોટાઉદેપુર પોલીસ મથકના પી.આઇ. એ.સી. પરમારે નગરમાં ખૂબ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સાથે જુલુસમાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર