Gujarat

દરીયાઇ ખાડી માર્ગે જતો મોટો દારૂનો જથ્થો ઝડપાયો….રૂ.1 લાખ થી વધુના મુદામાલ સાથે શખ્સને નવાબંદર મરીન પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે….2 શખ્સો ફરાર થયા

 

લોકસભા ચૂંટણી 2024 તથા આગામી હોળી ધુળેટીના તહેવાર સબબ નવાબંદર મરીન પોલીસ દ્વારા પ્રોહી ડ્રાઇવ દરમ્યાન દિવ થી ચીખલી ગામ તરફ હોડી દ્વારા દરીયાઇ ખાડી માર્ગે જતો મોટો દારૂનો જથ્થો રૂ.એક લાખ થી વધુના મુદામાલ સાથે એક શખ્સને નવાબંદર મરીન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે બે શખ્સો ફરાર થઈ જતાં પોલીસે ઝડપી પાડવા ચક્રગતિમાન કરેલ છે.
નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.જે.બાંટવા તથા નવાબંદર મરીન પોલીસના સર્વેલન્સના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન રવિરાજસિંહ જીતેન્દ્રસિહ બારડ તથા જશપાલસિહ નોંધણભાઈ ડોડીયા નાઓને મળેલ સંયુકત બાતમી આધારે દિવ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી દરીયાઇ ખાડી મારફત દારૂ લઇ જવાતો હોવાથી બૂટલેગરો પર ચીખલી ગામની દરીયાઇ ખાડીમાં રેઇડ કરી હતી. આ રેઇડ દરમ્યાન સુનિલ કાળાભાઈ ચુડાસમા રહે.ચીખલી વાળા શખ્સને દારૂની અલગ અલગ બોટલોનો જથ્થો રૂ.1.11 લાખ થી વધુના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે હિરા પાંચા ચુડાસમા, તેમજ વિપુલ ઉર્ફે સુગ્રી વજુભાઇ ભાલીયા રહે. ચીખલી આ બન્ને શખ્સો નાશી જતાં પોલીસે આ શખસોને ઝડપી પાડી ચક્રોગતીમાન કરેલ છે. નવાબંદર મરીન પોલીસે ત્રણ સામે ગુન્હો નોંધી આગળની વધું તપાસ પી એસ આઇ પી.જે.બાંટવા ચલાવી રહ્યા છે.
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એફ.ચૌધરી ઉના વિભાગ ઉના તથા સર્કલ પો.ઇન્સ. આર.એન.જાડેજા સા. તાલાલાનાઓએ લોકસભા સામાન્ય ચુંટણી 2024 તથા આગામી હોળી ધુળેટીના તહેવાર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને રાખવામાં આવેલ પ્રોહી ડ્રાઇવ સબબ દારૂનો જથ્થો પકડી પાડયો હતો.