Gujarat

ગીરગઢડાના હરમડિયા ખાતે આવેલ મડિયા એકેડમી દ્વારા આયોજિત વીર વંદના મહોત્સવ (વાર્ષીકોત્સવ) ઉજવાયો..વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ભવ્ય કૃતિઓ રજૂ કરી..વડીલો, યુવાનો અને બહેનો સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

 

ગીરગઢડાના હરમડિયા ગામે આવેલ શાળામાં મડિયા એકેડમી દ્વારા વીર વંદના મહોત્સવ વાર્ષીકોત્સવનું
ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વાર્ષીકોત્સવ કાર્યક્રમમા શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં છાત્રો, વાલીઓ, ગ્રામજનો તેમજ શિક્ષકગણ સહીતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગીરગઢડાના હરમડિયા મુકામે આવેલ મડિયા એકેડમી શાળામાં વાર્ષીકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડો.ભરતભાઇ વાળા તથા ભરતભાઇ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ભવ્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના તમામ સમાજના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો સાથે મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને બહેનો સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.