તારીખ 18-11-2024 સોમવારના રોજ બપોરે 3 વાગે ઝાલોદ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ દ્વારા બી.એમ.હાઈસ્કૂલ ખાતે કોર્ટ ની બહેનો તેમજ મહિલા પોલિસ કર્મચારીઓને સાથે રાખી સ્કૂલમા ભણતી બાળાઓ માટે પોતાની રક્ષા તેમજ સુરક્ષા માટે આત્મરક્ષણ શિબિર યોજવામાં આવી હતી. મહિલા એડવોકેટ ડામોરબેન દ્વારા બાળાઓને ગુડ ટચ બેડ ટચ, રસ્તા પર ચાલતા કોઈ રોમિયો ગીરી કરી છેડતી કરે, બસમા આવતા કોઈ વ્યક્તિ પીછો કરી હેરાન કરે તેમજ કોઈ પણ છોકરાઓ પૈસા આપી કે લોભ, લાલચ આપી લલચાવે તો કોઈ પણ બાળકો એ લલચાવુ નહી.

આવી કોઈ પણ છેડતીની ઘટના બને તો બાળાઓ એ પોતાના વાલી ,બહેન, ભાઈ, સ્કૂલમા શિક્ષકોનો સંપર્ક કરે તેમજ દરેક અનિચ્છનીય બનતી ઘટનાઓ ને લઈ બાળાઓ નીડર થઈ સામનો કરે. આજના યુગમાં સરકાર દ્વારા છોકરીઓને નીડર બનાવવા નવા કાનૂનો પણ આવેલ છે જેથી મહિલાઓ પોતે નજીકના પોલિસ સ્ટેશનનો સંપર્ક કરી નિર્ભયતા થી સામનો કરવો. આજના આ પ્રોગ્રામમાં કેળવણી મંડળના પ્રમુખ અતુલ પટેલ , પ્રિન્સિપાલ મીતુલ પટેલ, ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ, પી.આઈ રાઠવા, પી.એસ.આઇ સિસોદિયા, એડવોકેટ ડામોરબેન હાજર રહી બાળકીઓને માહિતગાર કર્યા હતા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

