Gujarat

મનપાના કર્મીઓ દ્વારા ગૌવંશના ગળામાં દોરડું નાંખી પૂંછડા પકડીને ઢસડીને વાહનમાં ચડાવાતા ભારે આક્રોશ

જામનગરમાં મનપાના કર્મચારીઓ દ્રારા રખડતા ઢોરને ક્રૂરતાપૂર્વક વાહનમાં ચડાવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્રારા ગૌવંશના ગળામાં દોરડું નાંખી પૂંછડા પકડીને ઢસડીને વાહનમાં ચડાવાની કામગીરીથી ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે.

શહેરમાં હજુ પણ સવારે અને બપોરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરના અડીંગાથી મહાનગરપાલિકાની ખાસ ઝુંબેશના દાવા પોકળ પુરવાર થયા છે. જામનગરમાં કેન્સરની જેમ વકરેલી રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા મહાનગરપાલિકા દ્રારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આટલું જ નહીં આ માટે મુખ્ય માર્ગો પર કરાર આધારિત રોજમદાર કર્મીઓ રાખવામાં આવ્યા છે.

​​​​​​​બીજી બાજુ બે શીફટમાં ઢોર પકડ ઝુંબેશ ચલાવામાં આવી રહી છે. પરંતુ મહાપાલિકાના કર્મચારીઓ શહેરમાં રખડતા ઢોરને પકડીને વાહનમાં ક્રૂરતાપૂર્વક ચડાવતા હોવાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. મનપાના કર્મચારીઓ રખડતા ગૌવંશના ગળામાં દરોડાનો ગાળિયો નાંખી તેના પૂંછડાને પકડી ઢસડી ઢસડીને વાહનમાં ચડાવતા લોકોમાં ભારે અરેરાટી સાથે આક્રોશની લાગણી ફેલાઇ છે.

બીજી બાજુ હજુ પણ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરના અડીંગાથી મનપાની ઢોર પકડવાની ખાસ ઝુંબેશ પોકળ પુરવાર થઇ રહી છે. જામ્યુકોની કામગીરી શંકાના દાયરામાં, તપાસની માંગ જામનગર મહાનગરપાલિકાની ઢોર પકડ કામગીરી અંગે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે જણાવ્યુ છે કે, ઢોર પકડયા બાદ મનપા દ્રારા તેની દેખરેખ, સારવાર અને મૃત્યુનું પ્રમાણ શંકાના દાયરામાં આવ્યું છે.

મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં ગૌવંશનો નિભાવ મુશ્કેલ છે. પરંતુ શહેરમાં ઢોર પકડવામાં આવે છે તે કામગીરી દેખાડવા ગૌવંશનો ભોગ લેવાય છેે તો આ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરી છે. જૂની માહિતી છે, તપાસ કરાવી લઉં છું જામનગર મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં મૃત્યુ અને લાપત્તા થયેલા ગૌવંશની માંગવા આવેલી માહિતી જૂની છે, આથી આ અંગે તપાસ કરાવી લઉં છું, 994 ગૌવંશ મૃત્યુ કે લાપત્તા થાય તેવું બને નહી. > કેતન કટેશિયા , અધિકારી, જામ્યુકો, જામનગર.

મનપાની 2023ના વર્ષની કામગીરી { 4856 ગૌવંશ પકડયા { 2672 ગૌવંશ પાંજરાપોળ મોકલાયા { 1190 ગૌવંશનો વધારો { રૂ.3.28 કરોડનો ખર્ચ કરાયો { 20 ટકા ગૌંવંશની નોંધ નહીં ઢોર ડબ્બામાં 994 ગૌવંશના મૃત્યુ કે લાપતા છે, તે જામનગર મહાનગરપાલિકાને ખબર જ નથી જામ્યુકોના ઢોર ડબ્બામાં રાખવામાં આવતા ગૌવંશની માહિતી અધિનિયમ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

જેમાં મનપાના ઢોર ડબ્બામાં તા.1-1-2023 થી તા.31-12-2023 એટલે કે એક વર્ષમાં કુલ કેટલા ગૌવંશ મૃત્યુ પામ્યા તેની માહીતી મનપા પાસે નથી. ઢોર ડબ્બામાં 994 ગૌવંશ મૃત્યુ પામ્યા કે લાપતા થયા તેનાથી ખુદ મહાનગરપાલિકા અજાણ છે.