ઉના વેરાવળ હાઇવે પર આવેલ માઢગામના પાટીયા પાસેથી એક કારમાં વિદેશી દારૂ લઈ જવાતો હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને ઇકો કાર આવતા તેને રોકાવી તેમાં તપાસ કરતા અંદરથી બચકામાં વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવતા મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કોડીનારના દેદાની દેવળી ગામનો શખ્સ રાજ જેન્તી ચૌહાણ ઇકો કારમાં દારૂ લઈ જવાતો હોવાની ઉના પોલીસ સ્ટેશનના રાહુલભાઈ નારણભાઈ છેલાણા તથા વિજયભાઇ દુદાભાઇ ચૈહાણને સંયુક્ત બાતમી આધારે મળેલ હતી. અને કાજરડી ગામ તરફથી કાચા રસ્તે થઇ માઢગામ પાટીયા તરફ એક કારમા દારૂ ભરી લાવતા હોઇ જેથી પોલીસે માઢગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી.
અને ત્યાંથી પસાર થતી ઇકો ફોરવ્હીલ આવતા તેને રોકાવી અંદર તપાસ કરતા ફોર વ્હીલમાં પ્લાસ્ટીકના બાચકામાં ભરેલી વિદેશી દારૂની નાની મોટી જુદી-જુદી દારૂ ભરેલ 1474 બોટલો સાથે હેરાફેરી કરતા રાજ જેન્તી ચૌહાણને કુલ કિ.રૂ. 1,18,500 ના મુદામાલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ શખ્સનો પોલીસે પૂછપરછ હાથ ધરતા કોડિનારના ડોળાસા ગામનો સચીન ડોડીયાનું નામ ખુલતા હાજર મળી આવેલ નથી. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધી આગળની વધુ તપાસ હાથ ધરી આ દારૂનો જથ્થો કયા થી લાવવામાં આવ્યો અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.