Gujarat

માન.મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂર્યાના અધ્યક્ષ સ્થાને સફાઇ બાબતે યોજાયેલ મીટીંગ

માન.મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂર્યાના અધ્યક્ષ સ્થાને તા.૨૯-૦૭-૨૦૨૪ ને સોમવારના રોજ શહેરમાં ચાંદીપુરા વાઈરસ, કોલેરા વાઈરસ તેમજ વરસાદી સીઝનને ધ્યાને લઈ શહેરની સફાઈ વ્યવસ્થા બાબતે સોલિડ વેસ્ટ શાખાની મિટીંગનું આયોજન કમિટી સભાખંડમાં કરવામાં આવેલ.

આ મીટીંગમાં પદાધિકારીશ્રીઓ દ્વારા તેમજ ડે.કમિશ્નરશ્રી દ્વારા જુદા જુદા જામનગર શહેરના સફાઈના પ્રશ્નો બાબતે નીચે મુજબ વિગતે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ તાત્કાલિક ધોરણે અમલવારી કરવા સુચના આપવામાં આવેલ.

તમામ વોર્ડમાં જે કાયમી સફાઈ કામદારો છે તેઓને ડ્રેસ કોડ આપવામાં આવેલ હોય, તેઓની તાત્કાલિક અમલવારી કરાવવી.

શહેરમાં જે કચરાના પોઈન્ટ બંધ થયેલ છે તે ફરી શરૂ ન થાય તે બાબતે તકેદારી રાખવા તેમજ બાકીના જે કચરાના પોઈન્ટ બંધ કરવાના છે તે બાબતે તાત્કાલિક અમલવારી કરાવવી.

શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જાહેરમાં વેચતા ઘાસચારાઓને બંધ કરાવવા તેમજ ડોર ટુ ડોર કચરા ન ઉપાડવાની ફરીયાદ આવેલ તેના માટે રેગ્યુરલ ડોર ટુ ડોર કામગીરી થાય તે બાબતે તાત્કાલિક અમલવારી કરાવવી.

સફાઈ કામદારો પોતાની બીટમાં સમયસર સફાઈ કરવા ઉપસ્થિત રહે તે અંગે તકેદારી રાખવી.
શહેરમાં વરસાદી પાણીના ખાડાઓ ભરેલ હોય ત્યાં ડીડીટી દવાનો છંટકાવ કરવો.
જાહેર સ્થળોએ ન્યુસન્સ ફેલાવતા હોય તેવા દુકાનદારો, આસામી વગેરેને નોટીસ પાઠવી દંડાત્મક નિયમાનુસાર કાર્યવાહી કરવા તેમજ આગામી દિવસોમાં તહેવારોને ધ્યાને લઈ ધાર્મિક સ્થળો, શાળાઓ, આંગણવાડીની આસપાસના વિસ્તારમાં સફાઈ કરાવવી.

શહેરમાં વોર્ડના ઝોનલો,એસ.આઈ, એસ.એસ.આઈ. એ તમામએ પોતાના વોર્ડમાં સફાઈ કામગીરી વ્યવસ્થિત થાય તેવી ચકાસણી કરવા અને સફાઈના સમય દરમ્યાન રાઉન્ડ લઈ ફિલડમાં હાજર રહેવું.

મિટીંગમાં માન. મેયરશ્રી વિનોદભાઈ એન.ખીમસૂર્યા, માનડે.મેયરશ્રીમતિ કિષ્નાબેન કે.સોઢા, માન.ચેરમેન સ્ટે.કમિટીશ્રી નિલેશભાઈ કગથરા, માન.શાસકપક્ષ નેતાશ્રી આશીષભાઈ જોષી, માન.શાસકપક્ષ દંડકશ્રી કેતનભાઈ નાખવા, સેનિટેશન કમિટીના ચેરમેનશ્રી જશુબા એ.ઝાલા તેમજ માનડે.કમિશ્નરશ્રી ડી.એ.ઝાલા સાહેબ, સોલિડ વેસ્ટ શાખાના કંન્ટ્રો અધિકારીશ્રી એમ.બી.વરણવા, ડે.એન્જીનીયરશ્રી કેતનભાઈ કટેશીયા, ઝોનલ ઓફિસરશ્રીઓ,એસ.આઈશ્રીઓ તથા એસ.એસ.આઈ. હાજર રહેલ.