ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે અહીંના કલેક્ટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં “જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ”ની બેઠક કલેકટર યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે વાસ્મો દ્વારા ચાલી રહેલા વિવિધ કાર્યોની માહિતી મેળવીને સમીક્ષા કરી, જરૂરી સૂચનો કર્યા હતા.
પાણી પુરવઠા બોર્ડ દ્વારા કાર્યરત દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રસ્તાવિત કામોને જરૂરી ચર્ચા બાદ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી તેમજ સમિતિના સદસ્યો અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.