લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે લીલીયા પોલીસ સ્ટેશન ના PSI એસ.આર.ગોહિલ ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી જેમાં આવનાર દિવસોમાં રમજાન ઈદ,બાબા સાહેબ આંબેડકર જયંતિ, રામ નવમી જેવા તહેવારોને અનુલક્ષી ને લીલીયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક મળી જેમાં બંને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને ભાઈ ચારો જળવાઈ રહે તેવા શુભ હેતુથી શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ જેમાં લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી,ભીખાભાઈ ધોરાજીયા, લીલીયા સરપંચ જીવનભાઈ વોરા,બાબુભાઈ ધામત, સયદુ બાપુ કાદરી,સલીમભાઈ બેલીમ,મુકેશભાઈ શિરમાન,કેપ્ટન ધામત,આનંદ ધાનાણી બહાદુરભાઇ બેરા,એડવોકેટ સંજય બગડા,વિજય કોગથીયા, બાલાભાઈ ભરવાડ, ચોકત ભાઈ,સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ અને ગ્રામજનો આ શાંતિ સમિતિ ની બેઠક માં ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

