વિસાવદર હિન્દુ મુસ્લિમ ત્યૌહારો અનુસંધાને પોલિસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
વિસાવદર પોલીસ સ્ટેશનમાં પી.આઇ. શ્રી આર.બી.ગઢવીના અધ્યક્ષ સ્થાને હિન્દુ ધર્મના આગામી ત્યૌહારો હોળી, ધુળેટી તેમજ મુસ્લિમ ધર્મના રોજા ત્યૌહારના અનુસંધાને સમગ્ર શહેરમાં કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે શહેરના વરિષ્ઠ નાગરિકો સાથે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવેલ. પી.આઈ દ્વારા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. સાથોસાથ દરેકના જીવન નવરંગોથી રંગાઈ સદા મહેકતા રહે, તેવી શુભેચ્છાઓ પાઠવેલ.
બેઠકમાં ઉપસ્થિત વિસાવદર વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, વિજયભાઈ રીબડીયા, રમણીકભાઈ દુધાત, ગીજુભાઈ વિકમા, ચંદ્રકાંતભાઈ ચૌહાણ, હરિભાઈ રીબડીયા, ગફારભાઈ ભોર, સંજયભાઈ તેમજ ગ્રામ્ય શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. બેઠક વ્યવસ્થા કોન્સ્ટેબલ વિપુલભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટ સી.વી.જોશી વિસાવદર


