જલંધર (માળીયા હાટીના) મુકામે રા.બ્રા.જ્ઞાતિ સમાજની મિટીંગ મળેલ
જલંધર (ગીર) માં વસતા રાજગોર બ્રાહ્મણ સમાજના યુવાનોએ ગામમાં સમાજ માટે વંડી બનાવવા મહંત પૂ.મુક્તાનંદબાપુ સાથે તેમના આશીર્વાદ લેવા મુલાકાત લીધેલ.
ઉપરોક્ત સદવિચારના સંદર્ભે તા.૨૧-૩-૨૦૨૪ના રોજ મિટિંગનું આયોજન કરવામાં આવેલ. મિટીંગ દરમિયાન વિભાગીય પ્રમુખ મનોજભાઇ વિકમા તથા ચાપરડા આનંદધારાના પ્રતિનિધિ ભાનુભાઈ જોશી તેમજ બહોળી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહેલ. ગાયત્રી મંત્રના ઉચ્ચારથી મિટીંગની શરૂઆત. સૌ પ્રથમ કથાકાર મહોદય મણીભાઈ મહેતાએ સૌનું શાબ્દિક સ્વાગત કરેલ. બાદ જ્ઞાતિ સેવા માટે સ્થાનિક બે પ્રતિનિધિઓની સર્વ સંમતિથી નિમણૂક કરવામાં આવી.
મિટીંગની શરૂઆતમાં ભાનુભાઈ જોશીએ જણાવેલ કે પ્રતિનિધિઓએ વિદ્યાદાનનો ફાળો , રાજગોર બ્રાહ્મણ સમાચાર અંક ઘર ઘર સુધી પહોંચતું થાય, ઓ.બી.સી. થી થતા લાભો વગેરેની માહિતી, જસદણ, ગળથ અને શેઠ વડાળા જેવા ગામોમાં ત્યાંના સ્થાનિક આગેવાનોના માધ્યમથી સમાજ સેવાના ઉત્તમ જ્ઞાતિ સેવાકીય કાર્યો અને તેમની પાસેથી અનુકરણ કરવા જેવા વિચારોથી સૌને વાકેફ કરવામાં આવેલ. જ્ઞાતિના બાળકો શિક્ષણથી વંચિત ના રહે અને વ્યસનમુકત બને તેવી બાબતોથી સૌને વાકેફ કરેલ. વિશેષ રાજકોટ અને સાવરકુંડલાના જીતુભાઈ ચાવડાગોર, ભુપતભાઈ મહેતા, લલીતભાઈ મહેતા ,હરિભાઈ બોરીસાગરના માધ્યમથી પોતાનામાં રહેલી આગવી કલાથી એકત્ર થતી રકમ સમાજના નિર્માણમાં આપવાની તેમની સેવા ભાવનાને પણ આ તકે સૌને યાદ અપાવેલ. આપણા સમાજના યુવાનોએ શારીરિક, માનસિક, આર્થિક, શક્તિનો ઉપયોગ કરી સમાજને કંઈક પ્રદાન કરી શકાય તેવી અપીલ કરવામાં આવેલ. જલંધર ગામની સમાજ ઉત્થાનની ઘણી સારી બાબતો જાણી, જે અન્ય માટે પ્રેરણારૂપ છે.
જ્ઞાતિબંધુ અનિલભાઈ દવે (સ્થાનિક પ્રતિનિધિ,) ના માધ્યમથી ઓ.બી.સી.અંગેનું કાર્ય સો ટકા પૂરૂ કરવામાં આવેલ છે. ગામમાં દર મહિને બેઠક પણ કરવામાં આવે છે. નવું વર્ષ, અને રક્ષાબંધનના પર્વે સૌ એકત્રિત થઈ સમૂહ ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે. સાથોસાથ સામાજિક, શૈક્ષણિક અને વ્યવહારિક સમાજ ઉપયોગી ચર્ચાઓ દ્વારા જ્ઞાતિ ભાવનાના દર્શન થાય છે.
ઉપરોક્ત મિટિંગમાં જુનાગઢથી ભાવેશભાઈ બોરીસાગર, જગદીશભાઈ મહેતા, પરેશભાઈ ભરાડ, ઉદયભાઈ પુરોહિતે બોર્ડિંગમાં અભ્યાસ કરતા બાળકોની ચિંતા માટે અનાજ, તેલ, કઠોળ એકઠું કરવા માટે સમયનું દાન આપી ઉપસ્થિત રહેલ. જલંધર જ્ઞાતિ પ્રમુખ મહેશભાઈ મહેતા, મનુભાઈ દવે, મૂકેશભાઈ જોશી, પ્રકાશભાઈ મહેતા, અશોકભાઈ દવે, જયસુખભાઈ વેગડા, ગૌરીશંકરભાઈ દવે, ભાનુભાઈ ભરાડ, દિપકભાઈ માઢક, દિપકભાઈ રવિયા અને રજનિકાંતભાઈ ભરાડ એ મીટીંગને સફળ બનાવવા સારી એવી જહેમત ઉઠાવેલ.અંતમાં આભારવિધિ મનુભાઇ દવે એ કરેલ.
રિપોર્ટ સી.વી.જોશી વિસાવદર



