Gujarat

જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં  વિશ્વ શૌચાલય દિવસ – ૨૦૨૪ની ઉજવણીના કેમ્પેઇનનાં પૂર્વ આયોજન માટે બેઠક યોજાઈ

તા. ૧૯મી નવેમ્બર થી हमारा शौचालय : हमारा सम्मान અભિયાનની  શરૂઆત
સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ – ૨૦૨૪ની ઉજવણી અને हमारा शौचालय : हमारा सम्मान તા.૧૯ નવેમ્બરથી તા.૧૦ ડિસેમ્બર સુધીના અભિયાન અંગે જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે કેમ્પેઇનનાં પૂર્વ આયોજન માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં સંકલન હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગતે તા.૧૯ નવેમ્બરથી શરુ થનારા हमारा शौचालय : हमारा सम्मान કેમ્પેઈન વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.
જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને કેમ્પેઇનમાં વ્યક્તિગત, સામુહિક, આંગણવાડી, શાળાઓ અને અન્ય જાહેર શૌચાલયોની કામગીરી વિશેષ ધ્યાન રાખવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં કલેકટરશ્રીના વરદહસ્તે વિશ્વ શૌચાલય દિવસ – ૨૦૨૪ના ભાગરૂપે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને મંજૂરીપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ  બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સહીત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર