Gujarat

આગામી તહેવારોને લઇને ઉમરપાડા પોલીસ મથક ખાતે DySPની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ઉમરપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે બકરી ઇદના તહેવારની ઉજવણીને લઇ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

સુરત જિલ્લા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બી.કે વનારના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ સમયે તેમણે અગામી દિવસોમાં આવનાર બકરી ઈદ તહેવાર અને રથયાત્રા સહિતના તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેમજ ઉમરપાડા તાલુકામાં શાંતિપૂર્ણ માહોલ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે સામાજિક જવાબદારી નિભાવવા સ્થાનિક સરપંચો આગેવાનોને અનુરોધ કર્યો હતો.

આયોજિત આ શાંતિ સમિતિની બેઠકમાં ઉમરપાડા પોલીસ મથકના પીએસઆઈ અર્જુન સાંબડ તેમજ ઉમરપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શારદાબેન ચૌધરી સહિતના તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા.