શ્રી નુતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કૉલેજ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ આ સ્પર્ધામાં કુલ ૩૬ વિદ્યાર્થીનીઓ ભાગ લીધેલ. નિર્ણાયક તરીકે ડો.હરિતાબેન જોશી તથા શણગાર બ્યુટીપાર્લરમાંથી રીતુબેન પંડયા તથા અમારી ભુતપૂર્વ વિદ્યાર્થીની સરેના ભટ્ટી વગેરેએ ભૂમિકાઓ ભજવે મહેંદીમા પ્રથમ ક્રમાંકે દુધાત મિતાલી, બીજા ક્રમે પથ્થર નંદના,રાઠોડ મહેક અને ત્રીજા ક્રમે પણ બે વિદ્યાર્થીનીઓ ચૌહાણ આશિયા, ચૌહાણ જલપા આવેલ.

આ કાર્યક્રમનુ આયોજન ડો.રુક્સનાબેન કુરેશીએ કરેલ આ તબક્કે નુતન કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન કામદાર ઘેલાણી ઉપસ્થિત રહેલ અને બધા સ્પર્ધક બહેનોને અભિનંદન પાઠવેલ અને નંબર મેળવનાર બહેનોને મોમેન્ટ દ્વારા સન્માનિત કરવામા આવેલ. ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને પ્રિન્સિપાલ દ્વારા પ્રોત્સાહિત કરવામા આવેલ સાથોસાથ ઇવેન્ટ મેનેજમેન્ટ બહેનોએ મહેંદીને લગતી થીમ તૈયાર કરવામા આવી હતી સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ચાવડા સાહેબ, ડો.રુક્સનાબેન કુરેશી તથા સમગ્ર સ્ટાફનો સહયોગ મળેલ.
આ કાર્યક્રમને નુતન કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવવામા આવેલ.
બિપીન પાંધી

