Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે  પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

છોટાઉદેપુર આત્મા પ્રોજેક્ટ  દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વડોદરા વિભાગના એમ.એમ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એસ.પંચાલ,નાયબ ખેતી નિયામક તાલીમ જે.ડી.ચારેલ,નાયબ ખેતી નિયામક વિસ્તરણ ડી.આર.પટેલ,નાયબ બાગાયત નીમાયક એચ.એમ.પરમાર,મદદનીશ ખેતી નિયામક કૃણાલ પટેલ,લીડ બેંક મેનેજર પિનાકીન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મહાનુભાવો અને વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર