Gujarat

કચરાના ઢગલામાંથી નવજાત‎શિશુ મૃત હાલતમાં મળી આવ્યું‎

જામનગરમાં નાગેશ્વર પાર્કમાંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ચકચાર જાગી છે. જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા નાગેશ્વર પાર્કમાં કચરાના ઢગલા પાસે મંગળવારે સવારે એક નવજાત શિશુ મૃત હાલતમાં પડ્યું હોવાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી.

આ સમયે ત્યાં પડેલા મૃતદેહને શ્વાન ઢસડી જતો હતો ત્યારે તેના પર કોઈની નજર પડી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. આ બાળક અધૂરા મહિને જન્મ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પોલીસે તે ત્યાં કોણે ફેંક્યું? તેની તપાસ શરૂ કરી છે.