Gujarat

કપોળ કન્યા છાત્રાલય  સાવરકુંડલા દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

પ્રવાસ એ શિક્ષણનો એક ભાગ છે. વિધાર્થી જીવનમાં શિક્ષણની સાથોસાથ પ્રવાસ, પર્યટન, પ્રદર્શન ખુબ જરૂરી છે. તેનાથી વિધાર્થીઓમાં લાંબો સમય સુધી પ્રવાસની સ્મૃતિ રહે છે અને સાથો-સાથ એકબીજા સાથે હળીમળીને રહેવાની આનંદમય યાદગાર બની રહે છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને એક નવું વાતાવરણ જોવા મળે છે.
 
પ્રવાસ-પર્યટનોથી તેને પોતાના સાથીમિત્રો સાથે અનેરો સંગાથ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓને સમૂહમાં, પોતાના મિત્રો સાથે મુક્ત આનંદ માણવાની તક મળે છે. હળવું મનોરંજન મળે છે સાથે નવા સ્થળને લીધે તેનું ઐતિહાસિક, ભૌગોલિક જ્ઞાનમાં પણ વધારો થાય છે. વિધાર્થીઓમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ વધારે સતેજ બને છે. આ યાદો તાજી રહે તે હેતુસર  કપોળ કન્યા છાત્રાલય સાવરકુંડલા દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસમાં છાત્રાલયની ૯૨ બહેનો પ્રવાસમાં ગયા હતા. જેમાં વિધાર્થીની બહેનોને પ્રકૃતિ દર્શન થાય તે  મુજબ તારીખ ૪-૮-૨૪ ના રોજ શૈક્ષણિક  પ્રવાસનો પ્રારંભ સૌ પ્રથમ ભંડારીયા હનુમાનથી શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારેશ્વર ડેમની મુલાકાત લીધી હતી જ્યાં  વિધાર્થીની બહેનોએ ગીતો ગાયા હતા અને રમતો રમ્યા હતા ત્યારબાદ લોકશાળા(થોરડી)ની મુલાકાત લીધી હતી ત્યાં વિધાર્થીની બહેનોએ પ્રાર્થના કરી હતી
ત્યારબાદ આકાશી મેલડી માં ના મંદિરે દર્શન કરીને ત્યાં ભજનો ગાયા હતા ત્યારબાદ  ટેકર વાળી મસ્જીદની મુલાકાત લીધી હતી. પ્રવાસ અંગેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન  નીરૂપાબેન શાહ – (અનુબંધ) અને રજનીકાંતભાઈ મહેતા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં છાત્રાલયના સંચાલક  ભ્રાંતિબા વાઢેર તથા કાર્યકરગણ નીલમબેન ભટ્ટી અને શિલ્પાબેન વગેરે જોડાયા હતા.
એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું.
બિપીન પાંધી  સાવરકુંડલા