આસોસાયટી ઓફ સેંટ વિન્સેન્ટ દે પોલ એરિયા કાઉન્સિલ ઓફ આણંદ દ્વારા એક દિવસીય શ્રદ્ધા ઘડતર સેમિનાર
૨૯-૯-૨૦૨૪, રવિવાર ના રોજ સવારે ૯.૦૦ વાગ્યે નિત્ય સહાયક માતા નું ધામ ચાવડાપુરા મુકામે એરિયા કાઉન્સિલ ઓફ આણંદ દ્વારા આયોજીત જરૂરિયાતમંદ આપણા સ્વજનો માટે શ્રદ્ધા ઘડતર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. હેતું આધ્યાત્મિક્તા, પ્રેમ, શાંતિ અને ઈશ્ર્વરી કૃપાઓનો અનુભવ થાય તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આધ્યાત્મિક સલાહકાર એ.સી., આણંદ પૂ. ફા. જગદીશ મેકવાન, એરિયા કાઉન્સિલ ઓફ આણંદ, પ્રમુખ સિ.ઉર્મિલા એમ. પરમાર, ફા. ટોની. પેરિસ પ્રિસ્ટ, કરમસદ, ફા. જીતુ પેરિસ પ્રિસ્ટ, ગામડીફા. ફ્રાન્સિસ રેક્સ પેરિસ પ્રિસ્ટ, ખંભોળજ જીસસનગર, આણંદ ફા.ઝેવિયર આણંદ ને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. એરિયા કાઉન્સિલના પ્રમુખ સિસ્ટર ઉર્મિલાબેન દ્વારા તમામ પ્રમુખનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. જરૂરીયાત મંદ કુટુંબને પ્રેમ ભેટ આપવા આવી. નિત્ય સહાયક માતા કોન્ફરન્સ ના પ્રમુખ બ્રધર રાજેશની સેવાઓને બિરદાવવામાં આવી. ફાધર આરોગ્ય એ મંચની શોભા વધારી. વિશેષ સિસ્ટર મધુબેન રાઠોડ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. બ્રધર શૈલેષ વાણીયા શૈલ દ્વારા રેવ. ફાધર મેરીજોસેફ નું બુકે થી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરેક કોન્ફરન્સનો હ્દય પૂર્વક આભાર એરિયા કાઉન્સિલ આણંદ ના પ્રમુખ દ્વારા નામી અનામી તમામ સભ્યોનો આભાર માનવા માં આવ્યો. સ્નેહ ભોજન લઈ છુટા પડ્યા.
