ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈને બેઠક યોજાઈ,હિંન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા
બોટાદ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ તેમજ ઈદ-એ-મિલાદના તહેવારને લઈને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઇ- ડી.બી.પલાસ તેમજ પી.એસ.આઇ-જી.ડી.આહીર ની હાજરીમાં આ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદના તહેવારની શાંતિપૂર્ણ રીતે અને કોમીએકતા સાથે ઉજવણી કરવામાં આવે તે હેતુ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિંન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
તસવીર:વિપુલ લુહાર

