વિઓ:- જેતપુર શહેરમાં વીસેક દિવસ પૂર્વે રેલ્વે ટ્રેક પર ઇજાગ્રસ્ત હાલતમાં મળેલ પરપ્રાંતીય કારીગરનું મોત ટ્રેનની ઠોકરથી નહિ પરંતુ સાથી કારીગરને મૃતકની પત્ની સાથે અનૈતિક સબંધ હોય તે સંબંધમાં મૃતક બાધારૂપ લાગતા તેના માથાના તથા શરીરના ભાગે બોથડ પદાર્થથી ઇજા પહોંચાડી રેલ્વે ટ્રેક પર મૂકી દીધો હતો,જેથી કરીને કોઈને બબલુ ની હત્યા મનોજે કરી છે તેવી શંકા ન જાય પરંતુ પાપ છાપરે ચડીને પોકાર્યું, શહેરના જનતા નગરમાં રહેતો મૂળ યુપીના મીરજાપુર જીલ્લાના ભડેવલ ગામનો બબલુ મનુભાઈ બિંડ ઉવ ૪૫ નામનો પરપ્રાંતીય મજૂર પાંચેક વર્ષ પૂર્વે જેતપુર શહેરમાં કારખાનાંઓમાં મજૂરી કામ માટે આવેલ હતો.
અહીં તેમના બે સાળાઓ અને કૌટુંબિક દિયર મનોજ વિજય બિંડ નામનો વ્યક્તિ પહેલાથી જ કારખાનાંમાં કામ કરતા હોવાથી તે બધા સાથે રહેતા હતાં. બાદમાં ત્રણેક વર્ષ પૂર્વે બબલુની પત્ની મીતા બે પુત્રી અને એક પુત્ર સાથે અહીં આવી જતા તમામ લોકો સાથે રહેતા.

શુ હતો આખો બનાવ,

ગત તારીખ ૨૬ જૂને બબલુ ઠેકેદાર શિવદાની સાથે એમ્પોરિયમ ટેક્ષટાઇલમાં કામ કરવા ચાલ્યા ગયાં હતા. વહેલી સવારે કૌટુંબિક દિયર મનોજ ઘરે આવીને મીતાને જગાડીને જણાવેલ કે મનોજ રેલ્વે ટ્રેક પર પાટા પાસે પડ્યો છે તેને કોઈ ટ્રેનની ઠોકરથી માથાના તથા શરીરના બીજા ભાગમાં ઇજા પહોંચી છે. જેથી બનાવ સ્થળ પર જઈ બબલુને પ્રથમ અહીં સરકારી હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ જવામાં ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ, રાજકોટ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવેલ. પરંતુ માથામાં ગંભીર ઇજાથી બબલુ કોમામાં જ હોય તેને અમદાવાદ સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યો અને ત્યાં ત્રણ દિવસની સારવાર બાદ બબલુનું મોત થતાં ત્યાં પીએમ કરાવી અંતિમ વિધિ માટે વતનમાં લઈ જવામાં આવ્યો હતો,બબલુના મોતને કારણે તેનો કૌટુંબિક ભાઈ આરોપી મનોજ પણ વતનમાં સાથે આવેલ હતો. મૃતકની અંતિમવિધિ પૂર્ણ થતાં તેના સંતાનો જેતપુર હોવાથી મીતા સંતાનોને લેવા માટે મનોજ સાથે ટ્રેનમાં જેતપુર આવતી હતી ત્યારે તેણી ટ્રેનમાં રડતી હતી.
આ જોય મનોજે કિધેલ કે, તું રડ નહિ હું તારી સાથે લગ્ન કરીશ અને તારા સંતાનોને પણ સાથે રાખીશ અને આપણે પાંચેક વર્ષથી સબંધ તો છે જ. અને તારી સાથે લગ્ન કરવા જ મેં તારા પતિ બબલુની હત્યા કરી નાંખી છે. આ સાંભળી મીતા ખૂબ ડરી ગઈ અને અનૈતિક સંબંધને કારણે પતિની હત્યા થઈ તે વાત બધાને જાણ થશે તો પરીવારની બદનામી થશે તે ડરે તેણી પોલીસ સ્ટેશને આવીને ફરીયાદ કર્યા વગર ચાલી ગઈ. ત્યારબાદ આજે ખૂબ હિંમત કરી પોલીસ સ્ટેશને આવી અનૈતિક સંબંધમાં પોતાને પામવા કૌટુંબિક દિયરે પતિ બબલુની હત્યા કરી નાખ્યાની સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે મીતાની ફરીયાદ નોંધી આરોપી મનોજ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
કેટલા સમય થી બંને વચ્ચે હતો પ્રેમ સંબંધ અને શું હતો આરોપી નો પ્લાન?
મૃતક બબલુ ની પત્ની સાથે આરોપી મનોજને છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો,અને આરોપીએ પોતાના હાથમાં અને શરીર ના છાતીના ભાગે પોતાની પ્રેમિકા નું નામ પણ ટ્રોફાવેલ હતું,પરંતુ આ પ્રેમ સંબંધમાં ક્યાંક પતિ બબલુ આડખીલી રૂપ હોવાથી મૃતક ને બોથડ પદાર્થ મારીને ઇજાગ્રસ્ત હાલતમાં રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવ્યો હતો,અને રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે અકસ્માતના મોતમાં ખવાવવાનો આરોપી હતો પ્લાન ,જેથી આરોપી મનોજ નો ભાંડો ન ફૂટે હાલ પરંતુ આરોપી નો ભાંડો ફૂટી જતા પોલીસે આરોપી મનોજ ની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

