Gujarat

વાઘણીયા ગ્રામજનો સહિત આસપાસના ગામોના માલધારીઓ દ્વારા ફોરેસ્ટ વિભાગને જમીન આપવા ના વિરોધમાં આવેદન અપાયુ

લીલીયા તાલુકામાં આવેલ વાઘણીયા ગામની સર્વે નંબર 105-111 ની જમીન ફોરેસ્ટ ને ન આપવા ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો જેમાં વાઘણીયા ગ્રામ જનો સહિત આસપાસના ગામોના માલધારીઓ ઉપસ્થિત રહ્યા લીલીયા તાલુકા ના વાઘણીયા ગામની સર્વે નંબર 105 અને 111 ની જમીન વન વિભાગના કન્ઝર્વેશન રીઝર્વ પ્રોજેક્ટ ની કામગીરી કરવા માટે જવાબદાર તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા તેના વિરોધમાં આજે વાઘણીયા ગ્રામજનો સહિત આસપાસના માલધારીઓ એ સ્થાનિક મામલતદાર અને આર એફ ઓ કચેરીએ જઈને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક ગ્રામ પંચાયત સરપંચ બાલાભાઈ રૂડાભાઈ પડસારિયા એ જિલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું હતું કે સ્થાનિક ગ્રામજનોની માંગણી પ્રમાણે અમારા ગામની સર્વે નંબર 105-111 ની જમીન વન વિભાગને કન્ઝર્વેશન રિઝર્વ પ્રોજેક્ટની કામગીરી માટે ન ફાળવવા વાઘણીયા ગ્રામ જનો તેમજ સરપંચ દ્વારા માંગણી કરવામાં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

IMG-20240214-WA0098.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *