Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ વી.ડી. કાણકીયા કોલેજમાં બજેટ ૨૦૨૪પર વિદ્યાર્થીઓ વચ્ચે પ્રેઝન્ટેશન કોમ્પિટિશન યોજાઈ

શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી વી. ડી. કાણકીયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં તા. ૫-૮-૨૪ ને સોમવારના રોજ કોમર્સના વિદ્યાર્થીઓ માટે બજેટ વિશ્લેષણ ૨૦૨૪ સંદર્ભે વિદ્યાર્થીઓ વચ્ચે પ્રેઝન્ટેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોમર્સના દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયા દ્વારા વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ પ્રેઝન્ટેશન સ્કીલનું કારકિર્દીમાં કેટલું મહત્વ હોય છે એ વિષય પર પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં રજૂ થયેલ બજેટની વિવિધ ક્ષેત્રો પરની અસરો પર અસરકારક વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તૃતીય ક્રમે ચૌહાણ સ્નેહા, વઘાસીયા મિષા, મંજુસા નિકિતા, ખેરાળા અક્ષિત અને મકવાણા સાહિલ, દ્વિતીય ક્રમે પઠાણ શાહિદ, રામ ધ્રુવપાલ અને પ્રથમ ક્રમે ગોંડલીયા દક્ષિતા અને ટાંક કૃપાલી આવ્યા હતા. તમામ વિજેતાઓને કોલેજ સ્ટાફ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. ડો. પુષ્પાબેન રાણીપા તેમજ કોમર્સ વિભાગના પ્રો. ડો.હરેશ દેસરાણીએ સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  પ્રો. ડો. કલ્પેશ રાડીયાએ કર્યું હતું.
બિપીન પાંધી