યાત્રાધામ અંબાજીમાં ભર બજારે ગઈકાલે સાંજે સર્કલ ઉપર લૂંટનો બનાવ બન્યો હતો. અંબાજીના વ્યક્તિ પાસેથી 9,700 લૂંટીને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. આ પ્રકારના કિસ્સાઓ અંબાજીમાં ઘણા દિવસોથી બની રહ્યા છે. જેને લઈને અંબાજીના સ્થાનિક લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ છવાયો હતો. ત્યારે વધુ એક ગઈકાલે લૂંટના કિસ્સાને લઈને અંબાજી ના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. પોલીસ સામે પડકાર ફેંકતા આ પ્રકારના માથાભારી તત્વો સામે હવે પોલીસ એક્શન મોડમાં આવી છે.

અંબાજી પોલીસે ગણતરી ના કલાકમાં આરોપીઓને જંબેરા ગામેથી પકડ્યા છે. છેલ્લા કેટલાય સમયથી અંબાજી આસપાસના વિસ્તારોમાં લૂંટ અને મોબાઈલ સહિતની ચોરીની ઘટનાઓ વધી રહી હતી. ત્યારે અંબાજી પોલીસે આ બાબતે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.
અંબાજી પોલીસે લૂંટના બે આરોપીઓ ને ઝડપી પડ્યા હતા. પકડાયેલા બે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. અંબાજી પોલીસે તમામ આરોપીઓનું જાહેર રસ્તાઓ પર સરઘસ કાઢ્યું હતું.

