આધુનિક ડિજીટલ ટેકનોલોજીના યુગમાં ગુનેગારો પણ હાઈટેક થઈને નીત નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને સાયબર ફ્રોડ આચરી લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે. જે બાબતે લોકોમાં જરૂરી જનજાગૃતિ લાવવા માટે જામકંડોરણા પોલીસ સ્ટેશન દ્વારા જામકંડોરણા મામલતદાર કચેરી ખાતે દ્વારા સાયબર જાગૃતિ અંગે નો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે ની વધુ મળતી માહિતી અનુસાર જામકંડોરણા મામલતદાર કચેરીએ મામલતદાર કે.બી.સાંગાણી તથા જામકંડોરણાના પીએસઆઇ વિએમ ડોડીયા દ્વારા જામકંડોરણા તાલુકા ની આંગણવાડી ની આશા વર્કર બહેનોને હાલમાં બનતા સાયબર ફ્રોડ વિગેરે અંગે ની માહિતી આપવા આવી હતી જેમાં સાયબર બુલીંગ, હેકીંગ, સોશ્યલ મીડિયા સંબંધીત ફ્રોડ, ફાયનાન્સીયલ ફ્રોડ, જોબ ફ્રોડ, ડેટા ચોરી, વગેરે અંગેની સવિસ્તાર માહિતી આપવા આવી હતી વધુ જામકંડોરણા ના પીએસઆઇ વિ.એમ ડોડીયા જણાવ્યું હતું કે કોઈ પણ અજાણી લીંક ઓપન નહી કરવા , ઓટોપી શેર નહી કરવા અજાણી વ્યક્તિ ની ફ્રેન્ડ રીકવેસ્ટ નહીં સ્વીકારવા ફેંક કોલ થી સાવધાન રહેવા તથા કોઈ કચેરી, બેંક કે કોઈ પણ કર્મચારી નું નામ આપીને તમારા ખાતામાં પૈસા જમા કરાવે છે
તેમ કહી ટેલીફોનીક વાતચીતમાં ખરાઈ કર્યા વગર કોઈ પણ જાતની માહિતી આપવી નહીં સહિત ની છણાવટ થી માહીતી આપી હતી. સાયબર ફ્રોડ થયે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર નજીક ના પોલીસ સ્ટેશન કરવા અને સાયબર ફ્રોડ વિશે જામકંડોરણા ના ગ્રામિણ વિસ્તારોમાં રહેતા લોકોને જાગૃત કરવા અપીલ કરી હતી
અહેવાલ નાજાભાઈ ભરવાડ જામકંડોરણા

