‘ સુરક્ષાસેતુ સોસાયટી ’ પોલીસ અધિક્ષકની કચેરી , નડીયાદ જી.ખેડા અને CWDC,સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ , કઠલાલ નાં સંયુક્ત ઉપક્રમે તા.૧૯/૦૧/૨૪ , શુક્રવારના રોજ ‘ મહિલા સ્વરક્ષણ તાલીમ ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યા વૈશાલીબેન મકવાણાએ મહિલા પોતે સ્વબચાવ અંગે તૈયાર થાય અને આવી તાલીમમાં ઉત્સાહભેર ભાગ લે તેવી પ્રેરણાત્મક શીખ આપી હતી. CWDC ના કન્વીનર ડો.કુસુમ પરદેશીએ નારી અબળા નહિ સબળા એની લડાઈ નારીએ જાતે લડવાની છે અને સક્ષમ પણ બનવાનું છે એવી સુંદર વાત કરીને ‘ સુરક્ષાસેતુ સોસાયટી ’ નડિયાદના પ્રોજેક્ટ સુપ્રિટેન્ડેન્ટ ધ્રુવભાઈ પાંડેનો પરિચય આપ્યો હતો.
આ તાલીમમાં 150 થી વધારે વિધાર્થિનીઓએ ભાગ લીધો હતો.બે કલાકથી વધુ ચાલેલી આ તાલીમમાં વિધાર્થી બહેનોએ ઘણું પ્રેક્ટીકલ જ્ઞાન મેળવ્યું. અપર – મીડીયમ- લોઅર પંચ, કિક વગેરેની પ્રત્યક્ષ તાલીમ વિધાર્થી બહેનોનો આત્મવિશ્વાસ વધારનારી અને સ્વરક્ષણ માટે સક્ષમ બનાવનારી રહી આ તાલીમમાં કોલેજના અન્ય અધ્યાપકોની પ્રેરણાત્મક ઉપસ્થિતિ રહી હતી.

