Gujarat

માંગરોળબંદર ખાતે શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી તેમજ NETFISH-MPEDA ના સંયુક્ત ઉપક્રમે    ” 8 જુન વિક્ષ્વ મહાસાગર દિવસ ની ઉજવણી ના કાર્યક્રમ નું આયોજન

માંગરોળબંદર ખાતે શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી તેમજ NETFISH-MPEDA ના સંયુક્ત ઉપક્રમે    ” 8 જુન વિક્ષ્વ મહાસાગર દિવસ ની ઉજવણી ના કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યુ હતુ.  “અમારો મહાસાગર…અમારી જવાબદારી..” ના સુત્ર સાથે કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસ ની ઉજવણી નો મુખ્ય ઉદેશ લોકો ને સાગર નું મહત્વ અને ભવિષ્ય માં આવનારી સમસ્યાઓ થી વાકેફ કરવાનું હતુ. પર્યાવરણ સમતુલા મા પણ  મહાસાગર  ની મહત્વપૂર્ણ ભુમીકા રહી હોય રોજીરોતી પુરી પાડતા દરિયા દેવ  ના મહત્વ ને સમજવા અનુરોધ કરાયો હતો. મહાસાગર મા આવી પડતી સમસ્યાઓ મા મોટાભાગની માનવસર્જીત છે સાથે સમુદ્રિ સંસાધનો નો આડેધડ ઉપયોગ, પ્રદુષણ અને સમુદ્રો મા રહેલ પ્લાસ્ટિક એ મુખ્ય સમસ્યા છે જેથી સમય રહેતા કુદરતી સંસાધનો પ્રત્યે જાગૃત બની સમુદ્ર ને બચાવવો જરુરી છે. કુદરત  પોતાનુ  રોદ્ર સ્વરૂપ લે પહેલા આપણે મહાસાગર ને આપણી જવાબદારી સમજી લઈએ તે જરુરી છે. કાર્યક્રમ મા માંગરોળ ખારવા સમાજના પટેલ શ્રી પરસોતમભાઈ ખોરાવા, શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી ના પ્રમુખ શ્રી દામોદરભાઈ ચામુડિયા. રાષ્ટ્રીય બંક્ષીપંચ મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી , બોટ એશોસીએસન ના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પરમાર, શ્રી દરિયાલાલ હોડી એશોસીએસન ના પ્રમુખ શ્રો જીતેશભાઈ ખોરાવા , NETFISH-MPEDA ના SCO શ્રી જીજ્ઞેશભાઈ વિસાવડીયા ઉપસ્થિત રહિ જરુરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ.  આ કાર્યક્રમ મા  બહોળી સંખ્યા મા  સાગરખેડુઓ એ  ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.