Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, અનેક નદીઓમાં નવા નીર આવ્યા

છોટાઉદેપુર જિલ્લામાં સવારથી છુટા છવાયો વરસાદ પડ્યો હતો. જેમાં કેટલાક ઠેકાણે ધીમેધારે તો કેટલાક ઠેકા ને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાના આગમનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો હતો. અને છુટા છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સાથે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના કવાટ પંથકમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. સાથે અનેક નદીઓમાં નવા નીર આવ્યા હતા.