જૂનાગઢમાં રા.બ્રા.જ્ઞાતિ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમ યોજાશે
જૂનાગઢમાં તા.૧૪-૭-૨૦૨૪ ને રવિવારના રોજ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન ખાતે જ્ઞાતિ સેવા મંડળ આયોજિત તેજસ્વી તારલાઓના સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
ગત વાર્ષિક પરીક્ષામાં ધો.૧થી૧૨ માં શ્રેષ્ઠતમ પરિણામ હાંસલ કરનાર ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર તથા સ્કુલ બેગ આપી સન્માનિત કરવામાં આવશે. તે જ રીતે પ્રોત્સાહિત રૂપે દરેક વર્ગમાં એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી નવાજવામાં આવશે.
ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર શિક્ષણના હિમાયતી એવા ક્રાંતિકારી સંત પૂ.મુક્તાનંદબાપુ તેમજ જૂનાગઢ જિલ્લા જાંબાજ એસ.પી. શ્રીહર્ષદ મહેતા (મોટીવેટર સ્પીકર) તેમજ શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડ વિદ્યાર્થીઓને જીવન કારકિર્દી ઘડતર અંગેનું માર્ગદર્શન આપશે. તેમ જુનાગઢ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા મંડળના પ્રમુખ હરેશભાઈ પંડ્યાની અખબાર યાદી જણાવે છે.
સી.વી. જોશી વિસાવદર
