Gujarat

નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો

જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર સહિત અધિકારી-કર્મચારીઓએ નશા મુક્તિના શપથ લીધા
 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નશા મુક્ત ભારત અભિયાનનો ઉદ્દેશ સામાન્ય લોકો સુધી પહોંચવાનો અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા માદક દ્રવ્યોના દુરૂપયોગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓ, શાળા-કોલેજો, સામાજિક સંસ્થાઓ દ્વારા નશા મુક્તિના શપથ લઈને ઉજવણી કરવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત કચેરી ખાતે નશા મુક્ત ભારત અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી-કર્મચારીઓએ નશા મુક્તિના શપથ લીધા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર